નવી દિલ્હી: દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન (Siachen) માં ફરીથી બરફના તોફાને કેર વર્તાવ્યો છે. આ બરફના તોફાનમાં ભારતીયસેના (Indian Army) ની પેટ્રોલિંગ ટુકડી સપડાઈ અને બે જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે.  દક્ષિણ સિયાચીન ગ્લેશિયરમાં 18 હજાર ફૂટની ઊંચાઈ પર આજે સેનાની પેટ્રોલિંગ ટુકડી આ તોફાનની ચપેટમાં આવી હતી. એવલાંચ રેસ્ક્યુ ટીમ તરત જ હરકતમાં આવી અને પેટ્રોલિંગ પાર્ટીના બીજા ફસાયેલા સભ્યોને બહાર કાઢવામાં સફળ રહી હતી. આ દરમિયાન સેનાના હેલિકોપ્ટર્સ દ્વારા જવાનોને સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યાં. જો કે મેડિકલ ટીમના અથાગ પ્રયત્નો છતાં સેનાના બે જવાન શહીદ થયાં. 


બરફનું તોફાન (Avalanche) હાલમાં જ સિયાચીનમાં 18મી નવેમ્બરે આવ્યું હતું. દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર  કહેવાતા ચિયાચિન ગ્લેશિયરમાં આવેલા બરફના તોફાનમાં 8 જવાનો દટાઈ ગયા હતાં જેમાંથી 7ને બહાર કઢાયા અને તેમને નજીકની સેના હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જો કે સારવાર દરમિયાન 4 જવાનોના મોત થયાં. આ દુર્ઘટનામાં 2 પોર્ટરોના પણ મોત થયા હતાં. અહેવાલો મુજબ આ અત્યંત કપરા ગણાતા વિસ્તારમાં બપોરે 3.30 વાગે બરફનું તોફાન આવ્યું હતું. જેમાં પેટ્રોલિયમ ટીમના 8 જવાનો ફસાઈ ગયા હતાં. જવાનોને બચાવવા માટે સેનાએ તત્કાળ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.  બરફનું આ ભીષણ તોફાન નોર્ધન ગ્લેશિયરમાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિયાચીન: દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્રમાં બરફના તોફાનનો કેર, 4 જવાન શહીદ, 2 પોર્ટરોના પણ મોત


પ્રતિકૂળ હવામાન સિયાચિનમાં ભારતના જવાનોનો મોટો દુશ્મન
સિયાચિન એ વિસ્તાર છે જ્યાં ફક્ત પાક્કા મિત્રો અને કટ્ટર દુશ્મનો જ પહોંચી શકે છે. સિયાચિન દુનિયાનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર મનાય છે. જો તેના નામના અર્થ પર જઈએ તો સિયા એટલે ગુલાબ અને ચીન એટલે ગુલાબોની ઘાટી. પરંતુ ભારતના સૈનિકો માટે તે ગુલાબના કાંટાની જેમ સાબિત થાય છે. સિયાચીનમાં આપણા સૈનિકો માટે સૌથી મોટો દુશ્મન કોઈ ઘૂસણખોર કે આતંકવાદી નહીં પરંતુ પ્રતિકૂળ હવામાન છે. જે અલગ અલગ દેશોના માણસોમાં કોઈ અંતર નથી રાખતું. 


સિયાચીનની મુખ્ય વાતો...
- સિયાચિનમાં તાપમાન માઈનસ 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે. 
- બેઝ કેમ્પથી ભારતની જે ચોકી સૌથી દૂર છે તેનું નામ ઈન્દ્રા કોલોની છે અને સૈનિકોને ત્યાં પગપાળા જવામાં લગભગ 20થી 22 દિવસ લાગે છે. 
- ચોકીઓ પર જતા સૈનિકો એક પાછળ એક લાઈનબદ્ધ ચાલે છે અને બધાની કમરમાં એક રસી બાંધેલી હોય છે.


આ VIDEO પણ જુઓ...

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube